કિચન હુડ/ચીમની રસોઈ ઘરના પર્યાવરણ ને સમૃધ્ધ કરવા માટે એક સારો વિકલ્પ છે. કુલ 2 પ્રકારની ચીમની હોય – ડક્ટએબલ (Ductable) ચીમની અને રિસાઇક્લેબલ (Recyclable) ચીમની.

ડક્ટએબલ ચીમની ને વેન્ટેડ ચીમની પણ કહેવાય છે, પીવીસી અથવા એલ્યૂમિનિયમ પાઇપ દ્વારા ધુમાડો, ઉષ્મા અને અન્ય અશુદ્ધિઓ બહાર ફેંકે છે. ડક્ટએબલ ચીમની સૌથી સારી છે અને ભારતીય રસોઈ ઘરમા પસંદ કરવામાં આવે છે. તેના સિવાય ડક્ટએબલ ચીમની ની કાર્યક્ષમતા રિસાઇક્લેબલ ચીમની ની તુલનામાં સારી છે.

ડક્ટએબલ ચીમની ખરીદતા પહેલા, ઘર માલિકોએ જગ્યાની ઉપલબ્ધતા, ડકટ ની લંબાઈ, પહોળાઈ, ઘુમાવ (bends), આદિ વિષે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી લેવી, ચીમની ની સારી કાર્યક્ષમતા અને લાંબા સમયસુધી ટકાવી રાખવા માટે.

ડક્ટ સ્થાન ની ઉપલબ્ધતા – કિચન હુડ ખરીદતા પહેલા, ઘર માલિકે તકેદારી લઈ લેવી કે ડક્ટએબલ ચીમની ને સ્થાપિત કરવા માટે જગ્યા અને વ્યવસ્થા છે કે નહિ, 6″ થી થોડો વધુ છેદ ની જરૂરિયાત હોય છે ડકટીન્ગ ના ઉદેશ્ય માટે. પરંતુ જો એવી કોઈ વ્યવસ્થા નથી તો તોડવા અને બાંધકામ માટે ડિલર ને અનુરોધ કરવો પડશે।આ કામ, ડક્ટએબલ ચીમની સ્થાપિત કરવામાટે ઇચ્છુક ઘર માલિક માટે એક અતિરિક્ત ખર્ચ હશે.

ડક્ટ પાઇપ નો આકાર/સાઈઝ – સામાન્ય રીતે 6 ફૂટ પાઇપ ચીમની સાથે આપવામાં આવે છે, જો ડક્ટ નો છેદ 6′ થી વધુ છે તો એક વધારાનો પાઇપ ખરીદીને લગાડી શકાય છે, ભારતીય ઘર માટે 10 ફૂટ ઉંચા ડક્ટ પાઇપ ની સલાહ હું આપીશ।તમને ભારતીય ઘરમાં 13 ફૂટ થી 15 ફૂટ ડક્ટ પણ દેખાશે, જે હું ઘર માલિકોને સલાહ નહિ આપતો। પરંતુ ડક્ટ ની ઉંચાઈ 6 ફૂટ થી 8 ફૂટ હોવીજ જોઈએ, ચીમની ની કાર્યક્ષમતા ટકાવી રાખવા માટે।

ડક્ટ માં વળાંક – કટ્સ ને સ્થાપિત કરવા માટે ચીમની થી ડક્ટ હોલ અથવા છેદ સુધી ઓછામાં ઓછો વળાંક હોવો જોઈએ. વધારે વળાંક ચીમની ની ક્ષમતા ઓછી કરી દેછે અને અવાજ નું સ્તર વધારી દેછે. નિયમાનુસાર ડક્ટમાં વધુ માં વધુ 3 વળાંક હોય તો ચાલે, (અહીંયા આપણે 90 ડીગ્રી વળાંક ની વાત કરીયે છીએ ) એક સારો ડિલર દક્ત માટે 3 થી વધુ વળાંક ની સલાહ નહિ આપે. જો ત્યાં 45 ડિગ્રી વળાંક છેતો 1 અથવા 2 વળાંક ચાલશે। સિમેન્સ SIMENS (જર્મન કંપની) જેવી કંપની ખાલી 2 વળાંક (જરૂરી હોય તો) સલાહ આપે છે. 3 વળાંક માટે નિષેધ છે, વધુ સારી કાર્યક્ષમતા માટે.

પરંતુ અદ્યતન ટેકનોલોજી ની સાથે, ઘણી કંપનીઓએ ફ્લેક્સિબલ ડક્ટ રજુ કર્યા છે. ડક્ટ ની સ્ટાન્ડર્ડ લંબાઈ 3 મીટર છે અને પહોળાઈ 3″-18″ હોઈ શકે છે. આ ફ્લેક્સિબલ પાઇપ 1 મીટર માં ઉપલબ્ધ છે જે 3 મીટર સુધી ખેંચાય છે, તે અત્યંત જંગ પ્રતિરોધક છે જે સહેલાઈથી ફિટ કરવામાં આવે છે. પરંતુ હું તમને સલાહ આપીશ કે કિચન ચીમની ફ્લેક્સિબલ ડક્ટ જેવી અદ્યતન ટેકનોલોજી લેવા પેહલા તમારા કિચન ની જરૂરિયાતો ને સુનિશ્ચિત કરી લેવી.