બાથરૂમ માં લીકેજ થવાના ઘણા કારણ છે, તૂટેલી દીવાલ, ફૂગ વૃદ્ધિ, વગેરે। કોઈપણ કામ કરતા પહેલા, લીકેજ નું કારણ શોધવું જરૂરી છે.

કારણ 1

જો તમારું બાથરૂમ બીજા માળે છે અથવા પાડોશી નું બાથરૂમ તે જગ્યાએ છે. સમસ્યા પાણી પુરવઠા લાઇન અથવા બાથરૂમ ફિટિંગમાં હોઈ શકે છે – વહેવાનો હરકોઈ જાતનો નળ અથવા નાલીમાં। અહીં ઉપરવાળા પાડોશી એ પ્રથમ લીકેજ થવાના કારણ શોધવા જોઈએ. લીકેજ, જો પાણી પુરવઠા અથવા ગટર લાઇન કારણે છે તો તેને સૌથી પહેલા દુરસ્ત કરવું જોઈએ। અહીં ફ્લોરિંગ ફરજિયાતપણે બદલવું પડશે। કેમકે ટાઇલ પર લીકેજ ની અસર પડશે જેથી ભવિષ્યમાં તિરાડો શકે છે. પરંતુ બાથરૂમમાં ફ્લોરિંગ બદલાવો, ત્યારે વૉટરપૃફિંગ કરવું જોઈએ। એકવાર વૉટરપૃફિંગ થઈ ગયા પછી ઘર માલિકને આગામી 4-5 વર્ષ માટે ચિંતા કરવાની જરૂર નથી (અથવા તેથી વધુ)

હાલના બાથરૂમ માં વોટરપૃફિંગ ની પ્રક્રિયા

1. પહેલા જૂની ટાઇલ તોડવામાં આવે છે, અને સપાટીને સમતલ કરવામાં આવે છે વૉટરપૃફિંગ કરવા માટે।
2. વૉટરપૃફિંગ કેમિકલ લગાડવામાં આવે છે સપાટી પર અને ખાસ કરીને દિવાલના સાંધામાં. કેમિકલ ઈમ્પોર્ટેડ વાપરવામાં આવે છે.
3. કેમિકલ બે વખત લગાડવામાં આવે છે. પહેલો કોટ લગાડ્યા પછી બીજો કોટ 2-3 કલાક પછી લગાડવામાં આવે છે, પરંતુ તે ધ્યાન રાખવું કે બીજો કોટ ઉંધી દિશા માં લાગવો જોઈએ પહેલા જે કોટ લાગ્યો તેનાથી। જો પહેલો કોટ ઉભી દિશા માં લાગ્યો હોય તો બીજો કોટ આડી દિશામાં લાગવો જોઈએ।

કારણ 2

તમે જો ભીનાશ નો ધબ્બો ફરીથી છતમાં જોવો તો તેમાં 99% સંભાવના છેકે લીકેજ ડ્રેન પાઈપમાં છે. આ પ્રોબ્લેમ આવે છે જયારે “નાની ટ્રેપ” બરોબર નહિ લગાડી હોય ત્યારે। આ ટ્રેપ નાનું કાણું હોય છે જ્યાંથી તમારા બાથરૂમ નું પાણી બહાર જાય છે.અંદરની બાજુ જે લાગે છે તેને “ટ્રેપ” કહેવાય છે. ફક્ત નિષ્ણાંત ઠેકેદાર અને કડિયા ને ખબર હોય છે કે આ મહત્વપૂર્ણ જગ્યા છે જેને નાના પાઇપ થી ચીન્ધવુ જોઈએ વધુ કાળજી માટે। તેને ખાસ કરીને “વાટા” કહેવામાં આવે છે (સામાન્ય પ્લમ્બિંગ ભાષા મુંબઈમાં)

“વાટા” (પાઇપ ને કવર કરવું) ને નાનું કામ ઓછા રૂપિયા 50 થી 100 રૂપિયા સુધી થઈ જાય છે, જે વધુ અવગણના થાય છે કાડિયાઓ દ્વારા। આ નાની અવગણના ભવિષ્યમાં હજાર રૂપિયાનું નુકશાન કરાવે છે.

કારણ 3

થોડા કિસ્સાઓમાં, લીકેજ મટેરીઅલ માં હોય છે જો તે ખરાબ આવી જાય. અહીં તમારે આખું જોડાણ બદલવાની જરૂર પડે છે ડાઇવર્ટર પણ। અહીં જોડાણ ઢીલું રેહવાની પણ સંભાવના હોય છે મટેરીઅલ અને પાણી ની લાઈન વચ્ચે। આ સમસ્યા નો ઉકેલ મટેરીઅલને થોડું હાજી ફિટ કરવાથી થઈ શકે છે.

જેમ આપણે ઉપર જોયું, તે ઘણું મહત્વનું છે લીકેજ નું કારણ જાણવું। જો ફ્લોરને ને બદલવામાં આવે બાથરૂમ માં તો નાની ટ્રેપ ને પણ બદલવું જરૂરી છે. સામાન્ય રીતે વધુ સમસ્યા નથી થતી જો પાઇપિંગમાં CPVC પાઇપ્સ વાપરવામાં આવે પાણી ના જોડાણ અને ડ્રેન સિસ્ટમ માં.