એમ.સી.બી (મિનિએચર સર્કિટ બ્રેકર) તે વિતરણ બોક્સ છે જે હમણાં ના આધુનિક ઘરો માં લગાડવામાં આવે છે. એમ.સી.બી ના બદલે 32 એમ્પીયર ની DP સ્વીટ્ચ આવતી હતી જેમાં બંધ ચાલુ કરવાની સ્વીટ્ચ હતી. ત્યારે એમ.સી.બી.(MCB) થી લોકો પરિચિત નહોતા, કારણ તે ત્યારે અસ્તિત્વ નહતું।

ચાલો સમજીયે એમ.સી.બી.(MCB) નું જોડાણ

સોસાયટી માં મીટર રૂમ હોય છે. આ મીટર માં બોક્સ/સ્વીટ્ચ હોય છે જે વીજળી પુરી પાડે છે દરેક ઘરની અંદર ઇમારત માં. વીજળી વાયર અને કેબલ વડે પસાર થાય છે મીટર રૂમ માંથી જે MCB બોક્સ માં પહોંચે છે જે દરેક ઘરમાં લાગેલું હોય છે. વાયર અને કેબલ જે મીટર રૂમમાંથી ઘર માં પહોંચે છે તે દીવાલની અંદર (concealed) હોય છે. વીજળી નું જોડાણ દરેક રૂમ માટે ઇમારતમાં MCB માંથી કરવામાં આવે છે.

એમ.સી.બી.(MCB) કેવીરીતે કામ કરે છે?

એમ.સી.બી.(મિનિએચર સર્કિટ બ્રેકર) જે બંધ થઈ જાય છે જયારે વધુ કરંટ પસાર થાય છે મીટર રૂમ માંથી MCB માં. ધારોકે કોઈ સર્કિટ પ્રોબ્લેમ છે, જેમકે શોર્ટ સર્કિટ ત્યારે કરંટ બંધ થઈ જાય છે MCB માં વગર કોઈ વિધુત ઉપકરણ ને નુકસાન પહોંચાડ્યા વગર.

એમ.સી.બી.(MCB) ક્યાં લગાડવામાં આવે છે ?

MCB વધુ ઇમારત ના પેસેજ માં લગાડવામાં આવે છે. વાયરનું જોડાણ બધી રૂમ માં અહીંથી કરવામાં આવે છે. પરંતુ અગત્યનું જોડાણ જે MCB ને આપવામાં આવે છે તે ઘણું અવ્યવસ્થિત છે. અહીં કારણ છે કે શા માટે MCB પેસેજ માં લગાડવામાં આવે છે લિવિંગ રૂમ માં કેમ નહિ –

              1. MCB નું જોડાણ જે વિધુત માટે આપવામાં આવે છે તે ઘણું અવ્યવસ્થિત હોય છે.
2. લિવિંગ રૂમ માટે ઈંટેરીઅર વધુ જાળવવામાં આવે છે, તે માટે કોઈ પણ ઘર માલિક બહુ મોટું બોક્સ લટકતું તેમના લિવિંગ રૂમ માં જોવા નહિ માંગે।

પેનલ શું છે ? પેનલ અને MCB વચ્ચે શું તફાવત છે ?

MCB અને પેનલ બંને સરખા હોય છે. એક તફાવત ફક્ત એટલોજ છે કે MCB ઘરમાં વાપરવામાં આવે છે જ્યારે પેનલ વ્યવસાઇક જગ્યામાં વાપરવામાં આવે છે. પેનલ ત્યાં લગાડવામાં આવે છે જ્યાં વીજળી નો વધુ ઉપયૉગ થતો હોય છે જેમકે ઓફિસ, હોટેલ, કારખાના વગેરે. વધુ એક તફાવત તે છે કે MCB લગાડવા માટે ઘરમાં વાયર દીવાલની અંદર (concealed) કરવામાં આવે છે, જયારે પેનલ માટે કેબલ વાપરવામાં આવે છે જેને ફક્ત બાંધવામાં આવે છે.

એમ.સી.બી.(MCB) અને કરંટ

(MCB) માં અલગ પ્રકારની શ્રેણીઓ છે જે 6A થી 32A સુધી છે. 6A સામાન્ય રીતે ઘરમાં અથવા વ્યવસાઇક જગ્યાએ વાપરવામાં નથી આવતું। ઘર માટે, 10A બરોબર છે લાઈટ અને પંખા માટે। ગીઝર અને વગેરે ઉપકરણ માટે 20A થી 25A વાપરવામાં આવે છે. એ.સી (AC) માટે 16A થી 20A વાયર વપરાય છે.

32A સામાન્ય રીતે ઘરમાટે વાપરવામાં નથી આવતું. ઘણા વાયર મેન 32A લગાડે છે તેઓ ધારે છે કે 6A અને 32A સરખાજ ભાવમાં પડે છે. અહીં 32A કરંટ લાઈટ અને પંખા માટે આપવામાં આવે છે જેની જરૂર નથી, ત્યાં તેવું થશે કે વધુ કરંટ આપવામાં આવે છે જે ઉપકરણ ને જરૂર નથી.

અહીં MCB બંધ નહિ થાય, જે જેનું મુખ્ય કામ છે અને ઉપકરણ ને નુકસાન પહોંચશે અથવા આગ લાગવાની સંભાવના છે. તો જયારે વાયરિંગ કરવો ત્યારે આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખો તમારી સુરક્ષા માટે। જેમ આપણે ઉપર વાત કરી તેમ MCB બંધ થઈ જાય છે જયારે વધુ કારણે પસાર થાય. વાયરિંગ અને MCB સુરક્ષા માટે વાપરવામાં આવે છે. તેથી જરૂરી યોગ્ય MCB બોક્સ અને વાયર વાપરવા જોઈએ, નહીંતર તેનો કોઈ અર્થ નથી.