જો તમે નવી દીવાલ બાંધવાના હોય તો તમારી પાસે 3 વિકલ્પ છે – 3 પ્રકારની ઈંટ. ક્લે બ્રિક, કોન્ક્રીટ બ્લોક્સ અને ફ્લાય એશ બ્રિક ( લોકપ્રિય રીતે સિપોરેક્સ નામે ઓળખાય છે

1) ક્લે બ્રિક કાદવ માંથી બને છે અને ભઠ્ઠી માં નાખવામાં આવે છે. 2 સામાન્ય સાઈઝ માં (પહોળાઈ) લાલ ઈંટ ઉપલબ્ધ હોય છે – 4 ઇંચ અને 6 ઇંચ. અન્ય પ્રકારના ઇંટો સરખામણીમાં – તે વધુ માત્રામાં પાણી પીવે છે. તે સુકાતું નથી જયારે પી.ઓ.પી અથવા પ્લાસ્ટર તેના પર કરવામાં આવે. તો ઈંટ બરોબર પાકી છે તેનું ધ્યાન હોવું જોઈએ।

2) સોલિડ બ્લોક્સ વરાળ ના દબાણ થી બનાવવામાં આવે છે. તે એક કોન્ક્રીટ ના બ્લોક જેવુંજ હોય છે, ખુબ વજન વાળો હોય છે. અંદરની દીવાલો માટે યોગ્ય નથી.

3) સિપોરેક્સ (ફ્લાય એશ બ્રિક) સિલિકા માંથી બને છે. તે વજનમાં ઘણા હલકા હોય છે. બજારમાં અલગ સાઈઝ જેમકે – 2, 4, અને 6 ઇંચ માં ઉપલબ્ધ છે. જો તમે દીવાલ બનાવી રહ્યા છો તો સિપોરેક્સ એક ઉત્તમ વિકલ્પ છે. તે મોંઘુ છે બાકી બે ની સરખામણી માં, પણ તે તમારી દીવાલ ને હળવી બનાવશે પરંતુ સાથે મજબૂતી પણ તેટલીજ આપશે।