ગેસ્ટ સ્ટવ મૂળ રૂપથી મેનુઅલ અથવા ઓટો ઇગ્નિશન વાળા હોય છે. મેનુઅલ ઇગ્નિશન ગેસ કુકટોપ્સ અને હોબ્સ માટે, લાઇટર નો ઉપયોગ થાય છે બર્નર ને સળગવા માટે, પછી જમવાનું બનાવ માટે। જયારે ઓટો ઇગ્નિશન હોબ્સ અને કુકટોપ્સ માટે, નોબ આધારિત એંગલ પર ફરવાથી વીજળી અથવા બેટરી ના માધ્યમ થી બર્નર સળગે છે. આજે આધુનિક યુગમાં ગેસ સ્ટવ અને બિલ્ટઇન હોબ્સ ઓટો ઇગ્નિશન તંત્ર વાળાજ છે. બિલ્ટ-ઈન-હોબ ફક્ત ઓટો ઇગ્નિશન તંત્ર વાળાજ હોય છે પરંતુ તેમાં ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન હોય છે.

ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન
બિલ્ટ-ઈન-હોબ માટે સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન તંત્ર વાપરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન હોબમાં વીજળીના સ્પાર્ક થીજ બર્નર સળગે છે જમવાનું બનાવવા માટે। તમને “ક્લિક” નો અવાજ સંભળાશે બર્નર સળગવા પહેલા, નોબને નિર્ધારિત એંગલ પર ફરવા અથવા “લાઈટ” લખેલી સ્તિથી પર દબાવવાથી સ્પાર્ક દેખાશે. એક વાર સળગી ગયા પછી નોબને તમે નિયંત્રિત કરી શકો છો.

હોબને સ્થાપિત કરવાની પહેલા વીજળીનું કનેક્શન કરવામાં આવે છે. હોબ્સ હંમેશા પ્લેટફોર્મ ની સપાટી પર છુપાયેલું હોય છે. તો જયારે પ્લેટફોર્મ કાપવામાં આવે છે (હોબ લગાડવા માટે), અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને કનેક્શન કરવામાં આવે છે. તો જેવીરીતે હોબ પ્લેટફોર્મ માં છુપાઇ જાય છે તેમ વાલ્વ, પાઇપ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ છુપાઈ જાય છે. તમને એક પણ વાયર બહાર લટકતો નહિ જોવા મળે. જયારે ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન કુકટોપ્સ માં તમને ગેસ પાઇપ (સિલિન્ડર ને ગેસ સ્ટવ થી જોડે છે), વાલ્વ અને ઇલેક્ટ્રિક કનેક્શન ના વાયર દેખાશે। ગેસ પાસે વાયરિંગ અને વીજળીનું કનેક્શન (જે ખતરનાક છે) થી બચવા માટે, બેટરી થી સંચાલિત ઓટો ઇગ્નિશન નું નિર્માણ કરવામાં આવ્યું।

બેટરી સંચાલિત ઓટો ઇગ્નિશન કુકટોપ્સ – હોબ્સ
બેટરી સંચાલિત અને ઓટો ઇગ્નિશન ગેસ કુકટોપ્સ અને હોબ પહેલા, સ્ટોવ પ્રકારના ફુક્ટોપ અને હોબ બનતા હતા. તે મેન્યુઅલ ઇગ્નિશન ફુક્ટોપ હતા જે લાઇટર ના વપરાશથી બર્નર સળગતા હતા. આધુનિક કિચન ની દુનિયામાં, તમને કદાચજ મેન્યુઅલ ઇગ્નિશન કુકટોપ્સ અને હોબ જોવા મળશે। આ “બેટરી સંચાલિત ઓટો ઇગ્નિશન” હોબ્સ અને કુકટોપ્સ દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવ્યું છે. બેટરી થી સંચાલિત હોબ્સ અને કુકટોપ્સ માં સાધારણ રૂ.15-રૂ.20 વાળી બેટરી નો ઉપયોગ થાય છે. આ ફુક્ટોપ અથવા હોબ ની અંદર છુપાયેલું હોય છે. સામાન્યરીતે બેટરીને દર 6-8 મહિના પછી બદલવી પડે છે. અને જો કોઈ કારણસર કદાચ બેટરી કામ નથી કરતી, તો ઘર માલિક માચીસ અથવા લાઇટર થી બર્નર સળગાવી શકે છે.