વિનિયર એક સબ્સ્ટ્રેટ એટલે કે પ્લાઈવુડ અથવા એમ.ડી.એફ (MDF) પર, 5 સરળ સ્ટેપ્સ લગાડી શકાય છે.
1. વિનિયર એકવાર લઈ લીધા પછી, સુથાર તેને (પ્લાઈવુડ અથવા એમ.ડી.એફ) ઉચિત માપ માં કાપશે.
2. કપાયા પછી વિનિયર અને સબ્સ્ટ્રેટ પર બંને પર ગ્લૂ લગાડવામાં આવે છે, ચીપકાવા માટે બરોબર ગ્લૂ હોવું જરૂરી છે. સ્ટાન્ડર્ડ કોલ્ડ પ્રેસ અથવા બેટર બોન્ડ વિનિયર ગ્લૂ પરફેક્ટ છે. કેમકે તે જલ્દીથી સુકાઈ જાય છે અને મજબૂત બોન્ડિંગ બનાવે છે.
3. વપરાયેલું ગ્લૂ અડધું સૂકવવામાં આવે છે, પછી વિનિયર શીટ, સબ્સ્ટ્રેટ પર ધ્યાનથી રાખવામાં આવે છે.
4. એક વાર વિનિયર ને સબસ્ટ્રેટ પર રાખી દીધા પછી, મજબૂત બોન્ડિંગ માટે વિનિયર ને વધુ માં વધુ પ્રેશર સાથે નીચે ની બાજુ દબાવવામાં આવે છે.
તેને ઉપયુક્ત ઉપકરણ સાથે કરવામાં આવી શકે છે, જેમકે સ્મૂથનિંગ બ્લેડ। મોટા પ્લાઈવુડ શીટ માટે (વિશેષ રૂપથી ઔદ્યોગિક સ્ટાર પર) વેક્યુમ (vaccum) પ્રેસ ઉપકરણ (tool) નો પ્રયોગ થાય છે. વિનિયર ને સબ્સ્ટ્રેટ પર દબાવવામાં આવે છે. આ ઉપકરણ સપાટી (surface) ને સમાન રૂપથી દબાવે છે જે સૌથી મહત્વપૂર્ણ છે. નાના ટુકડા માટે ક્લેપમ્પ (clamp) અથવા વજનનો ઉપયોગ કરી શકો છો એક સારું વિનિયર પેનલ લવવા માટે। જો સમાન રૂપથી દબાવ ન કરવામાં આવે તો તેમાં પરપોટા થવાની સંભાવના રહી જાય છે.
5. હવે ટુકડાને ઉલટું કરીને વધારાની વિનિયર જે હોય તેને એક તીક્ષ્ણ ધાર વાળી બ્લેડથી કાપી લો, તે સબ્સ્ટ્રેટ ની સાથે પણ કરી શકાય છે, જો જરૂરત પડે.
ઘણા સુથાર નેલિન્ગ (nailing) ટેક્નિક નો ઉપયોગ કરે છે, અહીંયા સુથાર ખિલ્લા (nail) ને વિનિયર અને સીધા સબ્સ્ટ્રેટ સાથે લગાડે છે, ગ્લૂ પ્રક્રિયા માં લગાડવા કરતા। પરંતુ હું તમને કહી દઉં કે આ સાચી પ્રક્રિયા નથી, તેનાથી વિનિયર ને નુકસાન થાય છે, સુથાર જલ્દી અને શોર્ટકટ માં કામ કરવા માટે.
પરંતુ સાચું તે છેકે તે 30% – 40% મજૂરી વધારે છે જે નુકસાન થવાની તુલનામાં સારું છે. નેઇલ્ડ વિનિયર ફર્નિચર, હંમેશા અવ્યવસ્થિત, અધૂરી કિનારી અને ક્રેક દેખાઈ શકે છે નેઈલિંગ ને કારણે। આ જાણ હોવા છતાં સુથાર તે પ્રક્રિયાથી કામ કરે છે.
ઓળખાણ અથવા સારો સુથાર હોય તો ઘર માલિકને તે વાતની ચિંતા કરવાની જરૂર નથી કારણકે તે હંમેશા ગ્લૂઇંગ પ્રક્રિયાનો પ્રયોગ કરશે, તે વિનિયર હોય અથવા લેમિનેટ સબ્સ્ટ્રેટ પર ચીપકાવવા માટે। વિનિયર ફર્નિચર સારી રીતે તૈયાર કરેલા દેખાય છે, જે સાફરીતે દેખાય છે તે કાલા નો એક નમૂનો છે. તો તમે જરૂરથી ધ્યાન આપો કે સુથાર કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે – નેઈલિંગ પ્રક્રિયા કે ગ્લૂઇંગ પ્રક્રિયા.
પોલિશિંગ – વિનિયર શીટ્સ અથવા ફર્નિચર
એકવાર પ્લાઈવુડ પર વિનિયર લગાડી લીધા પછી, તેને પોલિશિંગ માટે મોકલવામાં આવે છે. બજારમાં પોલિશ વગરની શીટ્સ પણ ઉપલબ્ધ છે, જેથી સુથાર તેમની રીતે ફર્નિચર બની ગયા પછી પોલિશ કરી શકે. પોલિશ કરવું તે સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિનિયર લાગી ગયા પછી. અલગ અલગ છબી પ્રાપ્ત કરવામાટે વિભિન્ન પ્રકારના પોલિશ વાપરવામાં આવે છે.
મેલામાઈન પોલિશ – એક સામાન્ય ને પસંદગી નું પોલિશ છે જે વિનિયર પર કરવામાં આવે છે. તે મેટ ફિનિશ આપે છે એટલે કે તે સમકદાર નથી હોતું।સામાન્ય રીતે ઘર માલિકો દ્વારા ગ્લોસી પોલિશ નથી પસંદ કરવામાં આવતું કારણ તે વિનિયર ની કુદરતી સૌંદર્યતા છીનવી લેછે। મેલામાઈન પોલિશ રૂપિયા 100 થી 150 સુધી થાય છે.
વિનિયર પોલિશિંગ નો સરળ રસ્તો
1.વિનિયર લાગેલા પ્લાઈવુડ ને પેહલા સેન્ડ પેપર થી ઘસવામાં આવે છે, જે તેના ઉપર ની ગંદકી દૂર કરે છે. સેન્ડ પેપર ને ગ્રેન્સ ની દિશા માંજ ઘસવું જોઈએ.
2. કેટલાક સુથાર વિનિયર લાગેલા લાકડા પર લાકડાનું કંડીશનર વાપરે છે, જે દાગ ને સમાન રૂપથી દૂર કરેછે, અને તે લાકડાના ટુકડાને થોડીવાર માટે સુકાવવા માટે રાખવામાં આવે છે.
3.પછી લાકડાનું સ્ટૈન વેક્સ લગાડવામાં આવે છે, જે દાગ ને વધુ દૂર કરે છે, અને એક કુદરતી લાકડીનું રૂપ જોવા મળે છે. જો વિનિયર ને લાંબા સમય માટે તેમજ છોડી દેવામાં આવે તેનો રંગ/પોલિશ હજી વધુ ઘેરી થઈ શકે છે, તેની માટે વિનિયર ને એક કપડાં અથવા મોપ વડે સાફ કરવામાં આવે છે જેનાથી દાગ અને વધારાનું સોલ્યૂશન નીકળી જાય છે.
4. અંત માં ઔદ્યોગિક સ્તર પર પોલિશ સોલ્યૂશન ને સ્પ્રે મશીન ની સાથે વિનિયર પર સ્પ્રે કરવામાં આવે છે.
5. જોઈતું શેડ અને પ્રભાવ પ્રાપ્ત કરવા માટે પોલિશ પ્રક્રિયા ને વારંવાર કરવામાં આવે છે.
આ પ્રક્રિયાને ઘરના સ્તર પર કરવામાં આવી શકે છે, તેની માટે એક બ્રશ અથવા નાના કપડાના ટુકડાનો ઉપયોગ કરો. જેટલી વાર પોલિશિંગની પ્રક્રિયા કરવામાં આવે છે, વિનિયર એટલુંજ ઘેરું અને ચમકદાર થાય છે. આજકાલ લેમિનેટેડ વિનિયર પણ ઉપલબ્ધ છે જે મોંઘા છે અને તેને તૈયાર થવામાં પણ સમય લાગે છે. લેમિનેટેડ ગ્લાસ વિનિયર એવું દેખાય છે જાણે કાચ રાખી દીધો હોય વિનિયર ઉપર, જરૂરિયાત પ્રમાણે વિનિયર પર ઘણી વાર પોલિશિંગ ની પ્રક્રિયા વારંવાર કરવામાં આવે છે લેમિનેટ કરવા માટે। સૌથી સુંદર વિનિયર લાકડું પ્રાપ્ત કરવામાટે વિનિયર પર લેમિનેટ્સ ના 6-7 પરત ( layers) લગાડવામાં આવે છે, પરંતુ જયારે પણ કેમિકલ નાખવામાં આવેછે ત્યારે, તેને હર વખતે કપડાથી લુછવામાં છે, વધારાની ધૂળ અને દાગ ને સાફ કરવા માટે। મેલામાઈન પોલિશ માટે કેવળ એકજ વાર સ્પ્રેઇંગ અને સ્ક્રેપિંગ કરવામાં આવે છે અને તેની માટે તે સસ્તું છે.
એક હજી પોલિશ છે જેના વિષે વધુ વાત નથી થતી તેછે “પી યુ” પોલિશ એટલે polyurethane પોલિશ. “પી યુ” પોલિશ ની ગુણવત્તા પર તે મેલામાઈન પોલિશ અને રુબી પોલિશ ની વચ્ચે નો દર્જો દીધો છે. મેલામાઈન ની વિપરીત, પી.યુ. પોલિશ નો મુખ્ય અંતર તે છેકે વિનિયર ના લાકડાને બફીન્ગ નથી કરવામા આવતું.
વિનિયર ને ચમકાવા માટે પી.યુ. પોલિશ ને સીધું વિનિયર પર સ્પ્રે લગાવવામાં આવે છે. સામાન્ય રીતે પી.યુ. પોલિશ ગ્લોસી ફિનિશ માંજ ઉપલબ્ધ છે કારણે મેટ ફિનિશ, મેલામાઈન મેટ થી સરખાય છે.
જેવી રીતે મેં પેહલા કહ્યું, મેલામાઈન વ્યાજબી ભાવ માં ઉપલબ્ધ છે. જયારે પી.યુ. પોલિશ તેની કેમિકલ ગન ને કારણે મોંઘુ છે અને આજ કારણોસર વિનિયર ની શીટ પણ મોંઘી પડે છે. ઘર મલિક તે માટે બીજા પોલિશ અને તેની વિશેષતાઓ જાણ્યા વગર સસ્તું પોલિશ વાળું વિનિયર ખરીદે છે.
લેમિનેટ ખરીદતી વખતે તમે માઇક્રોન્સ (microns) શબ્દ સાંભળશો, માઇક્રોન્સ એટલેકે લેમિનેટ અને વિનિયર ની તાકાત, સામાન્યરીતે લેમિનેટ્સ ના માઈક્રોન્સ 2000 – 3000 ની રેન્જ માં હોયછે અને મેલામાઈન ની વાત કરીયે તો તે 600-1000 ની રેન્જ માં હોય છે, લેટેસ્ટ મોનો-કોટ વિનિયર્સ 10 માઇક્રોન્સ માં ઉપલબ્ધ છે.
Leave A Comment