વોલપેપર / વોલકવરિંગ પાછલા 10 વર્ષોમાં ખુબજ વિકસિત થયું છે. સાધારણ પેપર આધારિત મટેરીઅલ જે ઉચ્ચ ગુણવત્તા સાથે વિનાઈલ ફિનિશ માં ઉપલબ્ધ છે.
થોડા સમય પેહલાજ એક ઘર મલિક નો ફોન આવ્યો જે વોલપેપર ની કિંમત અને તેને લગાડવા વિષે પૂછી રહ્યા હતા, અમારા વોલકવરિંગ એક્સપેર્ટે તેમને સમજાવ્યું ……
વોલપેપર ની શરૂઆત ની કિંમત રૂપિયા 4500/- છે જે રૂપિયા 10,000/- અને તેથી વધુ નું પણ મળી શકે છે, આ મૂલ્ય એક વોલકવરિંગ નું છે. તેની કિંમત ડિઝાઈન , સ્ટાઇલ અને બ્રાન્ડ ની સાથે બદલાય છે.
વોલપેપર / વોલકવરિંગ રોલ માં મળે છે, તે એક ચોરસ ફુટ ના ટુકડા માં નથી મળતું। તે એક નિર્ધારિત સાઈઝ માં ઉપલબ્ધ છે જેમકે – 57 ચોરસ ફૂટ જે યુરોપીઅન અને મેટ્રિક ડબલ રોલ છે અને 70 ચોરસ ફૂટ જે અમેરિકન રોલ છે. 70 વાળો રોલ બહુજ ઓછી મળે છે. વધારે કરીને અમે 57 ચોરસ ફૂટ વાળો રોલજ વાપરીએ છીએ.
જો તમે સાધારણ પ્લેન વોલપેપર / વોલકવરિંગ ની પસંદગી કરી છે તો, આપણને 54-55 ચોરસ ફૂટ રોલ મળશે દીવાલ પાર લગાડવા માટે, પરંતુ જો તમે ફૂલ વાળી અથવા ડિઝાઇન વાળું વોલપેપર / વોલકવરિંગ પસંદ કરેલું છે તો તે દીવાલ પાર ફક્ત 50 ચોરસ ફૂટ અથવા વધુ માં વધુ 52 ફૂટ કવર થઇ શકે, તેનું કારણ છે કે તેની ડિઝાઇન લગાડતી વખતે તેને મેળવવામાં તેનો અપવ્યય થઈ શકે છે.
માનો કે તમે મુંબઈ માં 2BHK – 500 ચોરસ ફૂટ ના ઘર માં રહો છો, તો તમે આખું ઘર કે કોઈ આખી રૂમ માં વોલપેપર / વોલકવરિંગ નહિ લગાડો।
સામાન્ય રીતે વોલપેપર / વોલકવરિંગ એક રૂમ માં એક દીવાલ પાર તેને હાઈલાઈટ કરવા માટે વાપરવામાં આવે છે. તે હાઈલાઈટર તમારા ટી.વી પાછળ, તમારા પલંગ ની પાછળ અથવા તો કોઈ રૂમ ઈ કોઈ એક દીવાલ હોઈ શકે છે તમારી હિસાબે।
તે દીવાલ ના માધ્ય ભાગમાં અથવાતો 3/4 ભાગ માં દીવાલ ની એક બાજુ પર , તે ઘર માલિક ની પસંદગી ઉપર છે.
બજાર હિસાબે, જો કોઈ વોલપેપર / વોલકવરિંગ એક્સપર્ટ તમને રૂપિયા 8000/- કિંમત આપે છે તો તેમાં, લગાડવાના ખર્ચ સાથે વોલપેપર / વોલકવરિંગ ની કિંમત પણ શામેલ છે.
Leave A Comment