સ્લાઈડિંગ વિન્ડો મોટા પ્રમાણ માં પસંદ કરવામાં આવે છે કારણ તે વાપરવામાં સહેલું છે અને તે વધુ જગ્યા પણ નથી લેતી ઈંટેરીઅર માં કે પછી એક્સટેરીઅરમાં। અહીં 2 ટ્રેક અને 4 ટ્રેક સેરીઝ ઉપલબ્ધ છે. તે ઊંચી હાઈટ સુધી લગાડી શકાય છે જેમકે 4 ફૂટ થી 10 ફૂટ સુધી।

વિન્ડો માં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમકે, ઇન્ટરલોકિંગ સિસ્ટમ, ગ્રુવ હવામાન પટ્ટી માટે, લોક લગાવામાટે જગ્યા, અને મચ્છરદાની ટ્રેક બહાર ની બાજુ લગાડવા માટે.

વિડિઓ માં દર્શાવેલ સેક્શન 18mm જાડું છે. સામાન્યરીતે બિલ્ડર 18mm જાડું એલ્યૂમિનિયમ સેક્શન આપે છે. તેમાં 3 થી 4 ટ્રેક હોય છે જેમાં એક ટ્રેક માં મચ્છરદાની પણ લગાડી શકાય છે. એલ્યૂમિનિયમ સેક્શન માં ઘણી સાઈઝ હોય છે – 1 ઇંચ, 1.25 ઇંચ જાડાઈ પણ તે ઘણું ભરી થઈ જાય છે વાપરવામાં। એલ્યૂમિનિયમ સેક્શન એનોડાઇઝ્ડ હોય શકે અથવા પાવડર કોટેડ। પાવડર કોટેડ માં સૂર્ય પ્રકાશ ને કારણે તે ડલ થઈ જાય ને અને પાવડર કોટિંગ નીકળવાની પણ સંભાવના હોય છે. પરંતુ એનોડાઇઝ્ડ કોટિંગ માં તેવું નથી થતું તે લાબું ચાલે છે પાવડર કોટિંગ ની સરખામણી માં.

દુકાન માં રો મટેરીઅલ અને સેક્શન ઉપલબ્ધ હોય છે. તે જરૂર મુજબ કાપી લેવામાં આવે છે અને તે ફ્રેમ ને એનોડાઇઝ્ડ કોટિંગ માટે મોકલવામાં આવે છે અને પછી લગાડાય છે. અમુક કંપનીઓ છે જે રેડી મેડ એલ્યૂમિનિયમ સેક્શન આપે છે પરંતુ તે મોંઘા હોય છે.