આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

ContractorBhai.com તરફથી અમારા મોડ્યુલર કિચન નિષ્ણાંત જવાબ આપી રહ્યા છે, મોડ્યુલર કિચન માં વપરાતા મટેરીઅલ વિષે

સવાલઃ મોડ્યુલર અને સેમી- મોડ્યુલર કિચન કાઉન્ટર ટોપ માં કયા અલગ મટેરીઅલ વાપરવા માં આવે છે ?
જવાબઃ માર્બલ , ગ્રેનાઈટ અને કોરિયન આ ત્રણ મટેરીઅલ કાઉન્ટર ટોપ માં વાપરવામાં આવે છે.

સવાલઃ કોરિયન સ્ટોન શુ છે ?
જવાબઃ કોરિયન સોલિડ સરફેસ ને ભૂલથી કોરિયાઈ સ્ટોન ગણવામાં આવે છે. તે કોરિયન છે કોરિયાઈ નહિ.તે સ્ટોન નથી. કોરિયન – એક્રેલિક પોલિમર(Acrylic polymer) અને અલ્યુમિના ટ્રીહાયડ્રેટ (ATH) થી બનાવવા માં આવે છે જે એક પ્રકાર નું ફાઈબર (fiber )છે.

સવાલઃ આમાંથી મોંઘુ કયું છે ?
જવાબઃ કોરિયન સૌથી મોંઘુ છે, તે પછી ગ્રેનાઈટ અને માર્બલ સૌથી સસ્તું છે આ ત્રણ મટેરીઅલ માં.

સવાલઃ આ ત્રણે મટેરીઅલ ના ફાયદાઓ શુ છે ?
જવાબઃ ગ્રેનાઈટ સૌથી વધુ રફ વપરાશ માટે લગાડાય છે કેમ કે તે કુદરતી રીતે કઠણ અને મજબૂત છે, તે માટે તે વધુ ટીકાઉ પણ છે. એટલું નહિ પરંતુ તે ખરોચ રહિત અને ગર્મી રહિત પણ છે. ગ્રેનાઈટ માં આવતી ખરોચ અથવા ક્રૅક ને બહુજ ઓછા ખર્ચ માં રિપેર કરી ઓછું કરી શકાય છે જયારે કોરિયન માં ખરોચ સરળતા થી આવી જાય છે, ગરમ વસ્તુ અથવા વાસણ થી કોરિયન પીગળી શકે છે. પરંતુ હવે તમને ગર્મી રહિત કોરિયન ટાઇલ્સ પણ મળી રહે છે. કોરિયન જ્યાં પણ તમે લગાડો તે ખુબજ સુંદર લાગે છે પરંતુ મોંઘુ છે. ફરીથી પોલિશિંગ જ એક માત્ર તેનો ઉકેલ છે, જો તેમાં ખરોચ અથવા તો કિનારી તૂટી જાય તો. વધુ માહિતી માટે Cost of Kitchen Platform

સવાલઃ જો આર્થિક રીતે જોઈએ, તો તેમાંથી કિચન કાઉન્ટર ટોપ માટે સુ સુજાવ છે ?
જવાબઃ ગ્રેનાઈટ સૌથી સારો વિકલ્પ છે, તે મોડ્યુલર હોય અથવા સેમી- મોડ્યુલર કિચન હોય. તમારી પાસે વિશાળ શ્રેણી છે ગ્રેનાઈટ ની પસંદગી કરવા માટે। ગ્રેનાઈટ ની કિંમત રૂપિયા 150 થી 300-400 પ્રતિ ચોરસ ફુટ માં હોય છે. માર્બલ ખુબજ ઓછું લગભગ નહિવત વાપરવામાં આવે છે.

સવાલઃ કોરિયન ની કિંમત શુ છે, શુ તે રિટેલ દુકાનોમાં મળી રહે છે ?
જવાબઃ કોરિયન ટાઇલ ની કિંમત રૂપિયા 800 પ્રતિ ચોરસ ફુટ થી શરુ થાય છે. આ ટાઇલ જેમની પાસે ડિલરશીપ છે તેમની પાસે ઉપલબ્ધ હોય છે, તે બધી રિટેલ દુકાનો માં નથી મળતી।

સવાલઃ શુ કોરિયન મૂળ કોરિયા થી છે ?
જવાબઃ કોરિયન નો કોરિયા થી કોઈ સંબંધ નથી.તે ચાઇના અને બીજા ઘણા દેશો માં પણ બનાવવા માં આવે છે. કંપની જેમને કોરિયન ની ટાઇલ બનાવી તેમને એકાએક આ નામ રાખ્યું છે. જેમકે એક સારા માર્બલ નું નામ છે મકરાના રાખ્યું છે. તેમેજ કોરિયન ને સામાન્ય રીતે કોરિયન ટાઇલ કેહવામાં આવે છે.

આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.


Modular Kitchen Contractorbhai Request Quote

Oops! We could not locate your form.