ContractorBhai.com પર અમને એક થી વધારે ઈ-મેલ આવ્યા છે, “1 બીએચકે (બેડરૂમ, હોલ, કિચન) માટે ઈંટેરીઅર ડિઝાઇન ટિપ્સ” અને “2 બીએચકે ઘર ને સજાવવા ના” વિષય પર. અમે આ બધા સવાલો અને ચિંતાઓ ના ઉપયોગી વિચારો અને જાણકારી આપીયે છીએ.
મેં અમારા નિષ્ણાંત ઠેકેદાર સહયોગી ને પૂછ્યું, “2 બીએચકે નું નવીનીકરણ અથવા ઈંટેરીઅર ડિઝાઇન કઈ રીતે 1 બીએચકે થી અલગ છે ? તેમને કહ્યું।…..
હું : 1 બીએચકે અને 2 બીએચકે નવીનીકરણ માં શુ અંતર છે ? સમજો મારા એક મિત્રએ પોતાના 1 બીએચકે ઘરના નવીનીકરણ માટે ઠેકેદાર ને બોલાવ્યો છે અને મેં તેજ ઠેકેદારને મારા 2 બીએચકે ઘરના નવીનીકરણ માટે બોલાવ્યો છે, તો આ બંને માં શુ અંતર હશે ?
ઠેકેદાર : 2 બીએચકે ઘરમાં સામાન્ય રીતે એક રૂમમાં માતા-પિતા રહેતા હોય છે, અને બીજા રૂમમાં સંતાનો રહેતા હોય છે. અહીંયા સંતાનો માટે રૂમ અલગ થી ડિઝાઇન કરવામાં આવે છે, સંતાનોના બાથરૂમ માં તમે વિભિન્ન પ્રકારની ટાઇલ લગાવી શકો છો. જો બાથરુમ મોટો હોયતો તેમની માટે ટબ, અથવા નાહવા માટે નાનું ટબ, સંતાનો માટે કમોડ લગાડવી શકો છો, આ થોડા અંતર છે. હવે ફર્નિચર કામની વાત કરીયે તો – સંતાનોના ડ્રેસિંગ ટેબલ, પલંગ, બધુ અલગ હશે, અહીંયા ફર્નિચર બનવવાનો ખર્ચ તેના એરિયા હિસાબે અલગ હશે.
હું : જો, સામાન્ય ખર્ચની વાત કરીયે તો – પ્રતિ ચોરસ ફૂટ, 1 બીએચકે અને 2 બીએચકે કેટલો તફાવત હશે ?
ઠેકેદાર : ઘર નવીનીકરણ માં કેટલીક વસ્તુ એવી છે જેની કિંમત વધુ છે. બાથરૂમ અને કિચન હંમેશા મુખ્ય રીતે વધુ ખર્ચ વાળો એરિયા છે, કારણ તેમાં બાથરૂમની પાઈપલાઈન, કિચન નું પ્લેટફોર્મ, જેવી અન્ય વસ્તુ છે જે મહત્વ ની છે. જયારે ઘરના બાકીના ભાગમાં વસ્તુ જે લાગે છે તે ઓછી કિંમત વાળી હોય છે, અલબત્ત આપણે તેવા નવીનીકરણ ની વાત કરી રહ્યા છે જે વ્યાજબી અને યોગ્ય હોય. એટલે જો તમારા ઘરમાં એક બાથરૂમ અને કિચન છે, તો એક વધારાનો રૂમ 2 બીએચકે માં તમારો વધુ ખર્ચ નહિ વધારે, પરંતુ તેની સરેરાશ કિંમત પ્રતિ ચોરસ ફૂટ ઓછી થઈ જશે.
Leave A Comment