ઘણી વાર અમારા ઠેકેદાર એવા ઘરોમાં ગયા છે જે શહેર ની વચ્ચે અને ઘોંઘાટ વાળી જગ્યા હોય, જેમકે એક બારી સીધી વધુ યાતાયાત વાળા રસ્તા પર ખુલે. એક બેડરૂમ રેલવે ના પાટા સામે છે, લિવિંગરૂમ ઘોંઘાટ ભર્યા બજાર વચ્ચે છે, આવી સ્થિતિમાં ઘર તેજ અનુરોધ કરે છે – શું અમે સાઉન્ડ પ્રુફ એલ્યૂમિનિયમ ગ્લાસ સ્લાઈડિંગ વિન્ડો લગાડી શકે છે ?

અહીંયા થોડા સામાન્ય રીતે પૂછવામાં આવતા સવાલો અને તેના જવાબ અમારા એલ્યૂમિનિયમ સ્લાઈડિંગ નિષ્ણાંત પાસેથી…

સવાલઃ મુંબઈ માં મારુ નવું ઘર રસ્તાની તરફ છે જ્યાં બહુજ ઘોંઘાટ હોય છે, તો શું રહેઠાણ માટે સાઉન્ડ પ્રુફ એલ્યૂમિનિયમ વિન્ડો અને ડોર ઉપલબ્ધ છે ?

જવાબઃ રસ્તા પરનો ઘોંઘટ ટાળવા માટે, તમે સાઉન્ડ પ્રુફ સ્લાઈડિંગ બારી લગાવી શકો છો. જેટલા ઓછા શટર હશે બારીમાં તેટલો ઓછો ઘોંઘાટ થશે અને અવાજ ઓછો આવશે। શટર ની સંખ્યા તમારા બારીની પહોળાઈ પર નિર્ભર કરે છે, મતલબ કે 2 ટ્રેક અથવા 3 ટ્રેક અથવા તેનાથી વધુ. તેના સિવાય, બારી માટે લાગતી ગ્રેનાઈટ અથવા માર્બલ ની ફ્રેમિંગ થી બહાર ના ઘોંઘાટથી શાંતિ બની રહેશે। આ પણ ધ્યાન માં રાખવું કે જેટલાપણ દરવાજા છે (જેમકે ઘર નો મુખ્ય દરવાજો, બાથરૂમ નો દરવાજો, ઇત્યાદિ) અને બારીઓ / શટર્સ ની ઉપર અને નીચેની બાજુ ઓછામાં ઓછી જગ્યા હોય. જો આ બધા ઉપાયો નું ધ્યાન રાખે, તો બહારનો ઘોંઘાટ 90% થી 92% સુધી ઓછું થાય શકે છે. 100% સાઉન્ડ પ્રુફ બારી અથવા દરવાજા થવા અસંભવ છે.

સવાલઃ શું આ ધ્વનિરહીત / સાઉન્ડપ્રુફ બારીઓ માટે અલગ સેક્શન અથવા વ્યવસ્થાની જરૂર છે ?

જવાબઃ હા, ધ્વનિરહીત બારીઓ માટે અલગ સેક્શન (મુખ્ય જિન્દાલ કંપની નું )લાગે છે. ધ્વનિરહીત કાચ માટે, સિલિકોન કાચને 5mm ના કાચ સાથે બંને બાજુથી સેન્ડવીચ કરવામાં આવે છે જે ફિટિંગ અને બાઈન્ડીંગ ની પ્રક્રિયાથી પસાર થાય છે. સૌથી પેહલા કાચને ઈચ્છીત માપ/આકાર માં કાપવામાં આવે છે, જે પછી તેને ધોવામાં અને સાફ કરવામાં આવે છે, દાગ અને ધૂળ નીકળવા માટે। તેના પછી સોઉંન્ડપ્રુફ બાઈન્ડીંગ પ્રક્રિયા કરવામાં આવે છે. અહીં કાસ્કેડ ની મદદથી સાઉન્ડપ્રુફ મટેરીઅલ ને સિલિકોન કાચ સાથે ચીપકાવામાં આવે છે અને પછી સુકવી રાખવામાં આવે છે, તેના પછી આ સિલિકોન કાચને 5mm ના કાચ સાથે બંને બાજુથી સેન્ડવીચ કરવામાં આવે છે. તે પ્રકારના કાચ બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે, તમે તમારી જરૂરિયાત પ્રમાણે કાચની એક અથવા બંને બાજુ ફિલ્મ લગાડવી શકો છો. જો તમને ફિલ્મ નથી લગાવવી તો તમે રંગીન કાચનો પણ વપરાશ કરી શકો છો.

સવાલઃ આ પ્રકારના કાચની બારીઓ ની કિંમત શું હશે?

જવાબઃ સાઉન્ડપ્રુફ બારીઓ ની કિંમત સામાન્ય બારી કરતા બમણી છે. આ સાઉન્ડપ્રુફ બારીઓ ની કિંમત વધુ છે કારણ, તે બારીઓ માટે વધારાનું સેક્શન બનાવવામાં આવે છે અને વ્યવસ્થા પણ લાગે છે. સામાન્ય બારીમાં એક કાચ એક શટર પાર લાગે છે, જયારે સોઉંન્ડપ્રુફ બારી માટે 2 કાચ લાગે છે એક શટર માં, જેને કારણે કિંમત વધે છે. લોક અને બેરિંગ પણ ભારી લાગે છે, તેને બનાવવામાં અને લગાડવામાં મજૂરી વધુ થઈ જાય છે.