આકાર અને જાડાઈ દરેક લોટ હિસાબે બદલાઈ છે. પ્રત્યેક માર્બલ ના લોટ ની કપાઈ અલગ-અલગ બ્લોક ના આકાર માં થાય છે જેના આધાર પર અલગ અલગ આકારના લોટ બનાવવામાં આવે છે.

એક વાર સિવિલ કોન્ટ્રાક્ટર થી ફાઈનલ આયાતકાર આકાર મળતાજ ડિઝાઈનર ફ્લોરપર ગ્રીડ પેટર્ન નો આકાર બનાવે છે, તે જે પણ આકારના માર્બલ ઉપલબ્ધ હોય, તો તેને આપણે હેન્ડ ક્રાફ્ટિંગ કહીયે છે. ટાઇલ્સ માં તમે આકાર પર નિયંત્રણ રાખી શકો છો જેમકે, 600 x 600 નો આકાર, મીટર x મીટર, 750 x 750 વગેરે, આ ઇટાલિયન માર્બલ સાથે સંભવ નથી.

પ્રત્યેક લોટ અલગ અલગ પ્રકારનો હશે, વધુ લોટ લંબચોરસ આકારના હોય છે, જેનાથી અપવ્યય ઓછો થશે, જો લોટ માંજ અજીબ આકાર હશે જેમકે ખૂણા તૂટેલા અથવા ત્રિકોણ આકાર, તો વધુ અપવ્યય થશે.

ઘર માલિક અને ડિઝાઈનર ઇટાલિયન માર્બલ ની પસંદગી માટે દુકાન માં સાથે જાય છે. એક સારો ડિઝાઈનર ફક્ત નમૂનો નહિ જોવે પરંતુ તે વ્યક્તિગત રીતે દરેક સ્લેબ નું મેપ લેશે। આ રીતે કુલ કિંમત પ્રતિ સ્કવેર ફૂટ માં માપવામાં આવે છે, અને ઘર માલિકે જેટલા સ્કવેરફૂટ ની ખરીદી કરી હોય છે તેનું ભુગતાન કરવાનું હોય છે. કાગળ પર પ્રત્યેક સ્લેબ ને માપવામાં આવે છે, જે એક અંક હશે સ્કવેર ફૂટમાં, જેથી તમને કુલ સંખ્યા મળશે.

ધારોકે મેં 10 સ્લેબ લીધા છે, તો 1 સ્લેબ ના જેટલા સ્કવેર ફૂટ હશે તેને ગુણાકાર કરીશું જેટલા સ્લેબ હશે તેની સાથે। તેમાં એવું થાય શકે કે વચમાં 1-2 સ્લેબ જુદા આકારના હોય, કેમ કે તે પરિવહન વખતે તૂટી શકે છે, તોતે પત્થર નો આકાર અલગ હશે. તેના આધાર પર કુલ સ્કેવર ફૂટ કાઢવામાં આવે છે અને ઘર માલિકે તેનું ભુગતાન કરવાનું હોય છે.

ડિઝાઈનર હંમેશા કેહ્શે કે પત્થર ક્યાં લગાડવાનો છે, કેટલો અપવ્યય થશે, કુલ સંખ્યા કેટલી થશે વગેરે। આ બધું કામ ડિઝાઈનર કરે છે.

જાડાઈની વાત કરીયે તો, 18mm મોટો સ્લેબ અનુકૂળ છે બધા માટે, પરંતુ ભારતમાં તમને 16mm જાડો માર્બલ પણ મળે છે, તે એક ઘર માલિકને ધ્યાન માં નહિ આવે, તે માત્ર ડિઝાઈનર/કોન્ટ્રાક્ટર ને ખબર પડશે। કહેવાનો અર્થ છેકે વિશેષજ્ઞ ની સાથે જવું જોઈએ.

16mm સ્લેબ પાતળું હશે જેને કારણે મજબૂતી નહિ હોય જે 18mm જાડા સ્લેબ માં હશે. તેમાટે યાદ રાખાવું કે હંમેશા જાડા સ્લેબ વાળો માર્બલ લેવું કેમકે તે નરમ પણ થાય છે. જો તમે ઓછી જાડાઈ વાળા માર્બલ સાથે જાઓછો તો, તે ગ્રાહક નું નુકસાન છે.