એક ઘર માલિક જે મૂંઝવણ માં હતા કે કયા પ્રકાર નું કુકીંગ રેન્જ ખરીદવું – બિલ્ટ ઈન હોબ અથવા કુક્ટોપ ,

મેં તેમને કહ્યું…..

કુકીંગ રેન્જ 2 પ્રકાર ના હોય છે,

  1. કુક્ટોપ
  2. બિલ્ટ ઈન હોબ
Kitchen CookTop India ContractorBhai

Kitchen CookTop

કુકીંગ રેન્જ લેતી વખતે અથવા નક્કી કરતી વખતે બે વસ્તુ ઘર માલિકે ધ્યાન માં રાખવી જોઈએ,
તેછે જગ્યા ની ક્ષમતા અને રસોડામાં કામ કરવાની કાર્યક્ષમતા।

ગેસ કુક્ટોપ એક ગેસ સ્ટવ છે જે સ્ટેન્ડ સાથે હોય છે અને પોર્ટેબલ છે.
પરંપરાગત રીતે આજે પણ તમને ઘણા ઘરો માં તે ગેસ સ્ટવ જોવા મળશે।

જયારે બિલ્ટ ઈન હોબ એક સ્થાયી ગેસ સ્ટવ છે. બિલ્ટ ઈન હોબ બેસાડવા માટે રસોડા ના પ્લેટફોર્મ ને (Granite countertop) તે જગ્યાએ થી કાપવું પડશે।બિલ્ટ ઈન હોબ માં ફક્ત તેના બર્નર અને તેની સપાટી દેખાય છે, બાકી વસ્તુ જેમકે ગેસ પાઇપ તે પ્લેટફોર્મ ની અંદર વયુ જાય છે. બિલ્ટ ઈન હોબ તમારા રસોડા ની શોભા વધારે છે.

Kitchen - Built in Hob

Built in Hob

બિલ્ટ ઈન હોબ અને કુક્ટોપ આ બન્ને માં સારા વિકલ્પો ઉપલબ્ધ છે, સ્ટાઈલિશ દેખાવ વાળા – જેમકે ગ્લાસ ફિનિશ, ફેન્સી, ડેકોરેટિવ કુકીંગ રેન્જ

જમવાનું બનાવવાનો સમય

બિલ્ટ ઈન હોબ નો એક ગેર ફાયદો એ છેકે તે જમવાનું બનાવવા માં વધુ સમય લગાડે છે કુક્ટોપ ની તુલનામાં. કુક્ટોપ ની વિપરીત તેના બર્નર યુરોપીઅન સ્ટાઇલ માં ડિઝાઇન થયેલા છે જે ધીમા બડે છે.જો તમે કુક્ટોપ ગેસ સ્ટવ વાપરેલો છે તો તમને તેનો અંતર ખબર પડી જશે.

કિંમત

બિલ્ટ ઈન હોબ અને કુક્ટોપ આ બન્ને 2 બર્નર, 3 બર્નર, 4 બર્નર અને 5 બર્નર માં ઉપલબ્ધ છે.બિલ્ટ ઈન હોબ કુક્ટોપ ની તુલના માં મોંઘા છે, મુંબઈ અને પુના જેવા શહેર માં તમને 2 બર્નર ના ગેસ રૂપિયા 1500/- સુધી મળી રહેશે, જયારે બિલ્ટ ઈન હોબ ની શરૂઆત ની કિંમત રૂપિયા 8000/- થી 25000/- તેની ડિઝાઇન, સ્ટાઇલ અને બર્નર ની સંખ્યા પાર નિર્ભર કરે છે. તેનો રખરખાવ નો ખર્ચ પણ ઊંચો છે. પરંતુ તે ચોક્કસ પણે તમારા રસોડાની શોભા વધારે છે.