અમે ઘણા ઘર માલિકોના ફોન આવે છે જેઓ બિલ્ડિંગના છેલ્લા મળે રહે છે અને વરસાદ માં વોટર પ્રુફિંગ વિષે પૂછતાછ કરે છે. ઘણી વખત સોસાયટી માં અન્ય ઘર માલિકો વોટર પ્રુફિંગ માટે પૈસા દેવાની ના પડે છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. તો તમે લીકેજ માટે ચિંતામાં છો, અને ખર્ચ તમારે એકલાએ કરવો પડે એમ છે.

અહીં બહુ વ્યાજબી વિકલ્પ છે, ટેરેસ વોટર પ્રુફિંગ માટે

મહત્વપૂર્ણ – આ એક તાત્કાલિક સમાધાન છે, કાયમી નથી પરંતુ તમને અમુક સ્ટાર સુધી રાહત મળશે।

મેસ્ટિક કોટિંગ :
પોલિમર કોટિંગ જેને મેસ્ટિક કોટિંગ કહેવામાં આવે છે જે એક વિકલ્પ છે તમારી માટે। એક વાર તમે મેસ્ટિક કોટિંગ / પોલિમર કોટિંગ કરવીલો તો તમને તોડવું, કોન્ક્રીટ કામ વગેરે ની ચિંતા જરૂર નથી. પરંતુ મેં જેમ પેહલા કહ્યું કે આ તાત્કાલિક સમાધાન છે ફક્ત જે 5-7 વર્ષ તાકી રહેશે।

મેસ્ટિક કોટિંગ પેઇન્ટ ની જેમ દ્રવ્ય માં પણ ઉપલબ્ધ છે.મેસ્ટિક કોટિંગ એક બ્રશ વડે પેઇન્ટ ની જેમ લગાડવામાં આવે છે.

મેસ્ટિક કોટિંગ ના 2 પ્રકાર છે.
1.આસ્ફાલ્ટ પ્લાસ્ટિક કોટિંગ
2. બિટુમીનસ પ્લાસ્ટિક કોટિંગ

બિટુમીનસ પ્લાસ્ટિક કોટિંગ રોલ ના રૂપમાં ઉપલબ્ધ છે. બિટુમીનસ પ્લાસ્ટિક કોટિંગ એક બિટુમીનસ એડહેસિવ પદાર્થ થી હીટનો ઉપયોગ કરીને લગાડવામાં આવે છે.

જયારે આસ્ફાલ્ટ પ્લાસ્ટિક કોટિંગ અને અન્ય પોલિમર આધારિત પ્લાસ્ટિક કોટિંગ દ્રવ્ય ના રૂપમાં હોય છે. આ કોટીંગ્સ ને પેઇન્ટ ના રૂપમાં લગાડવામાં આવે છે.

ખર્ચ
આસ્ફાલ્ટ પ્લાસ્ટિક કોટિંગ અંદાજે રૂ.50 થી રૂ.70 પ્રતિ સ્કવેર ફૂટ. માં ઉપલબ્ધ છે. જયારે બિટુમીનસ પ્લાસ્ટિક કોટિંગ પોલિમર આધારિત પ્લાસ્ટિક કોટિંગ ની તુલના માં મોંઘા હોય છે.