કંટાળી ગયા છો તમારા લાકડાના ફર્નિચરને સાફ કરવા અને જાળવણી માં !!! અહીં એક વિકલ્પ મટેરીઅલ છે તમારા લાકડાના દરવાજા અને શટર કિચન માટે, ઓફિસ માટે અને બીજા ફર્નીચરો માટે।

એલ્યૂમિનિયમ પ્રોફાઈલ શટર સાફ કરવામાં અને જાળવણી માં સહેલા છે. આ શટરમાં કિનારી પર પાતળી બોર્ડર હોય છે એલ્યૂમિનિયમ ની. તમે જયારે શટર ખોલો તો તમને સારું 2″ થી 2.5 ની એલ્યૂમિનિયમ ની ફ્રેમ દેખાશે જે વચ્ચે ના મટેરીઅલ ને આધાર આપે છે. આ શટરને કેબિનેટ વડે જોડવામાં આવે છે ઓટો હિંજીસ દ્વારા જે સહેલાઈથી બંધ થવામાં મદદ કરે છે.

ફિનિશ – એલ્યૂમિનિયમ ફ્રેમિંગ તમે જે જોવો છો તે 3 સામાન્ય ફિનિશ માં .ઉપલબ્ધ છે.
– એલ્યૂમિનિયમ ફિનિશ, ક્રોમ ફિનિશ અને સ્ટેનલેસ સ્ટીલ ફિનિશ। તમે એલ્યૂમિનિયમ ફ્રેમિંગ ને કલર કરાવી શકો છો તમારી ઈચ્છા મુજબ એનોડાઇઝિંગ કરીને। પરંતુ તે થોડું ખર્ચાળું થશે.

વચ્ચે નું મટેરીઅલ – અહીં અમે 2 અલગ મટેરીઅલ તમને દર્શાવ્યા છે. અમે ગ્લાસ અંદરની બાજુ અને બહારની બાજુ ગ્લોસી લેમિનેટ વાપર્યું છે.
આ બંને મટેરીઅલ એલ્યૂમિનિયમ ફ્રેમ ની વચ્ચે લગાડવામાં આવે છે. અહીં વધારાની પ્રક્રિયા નથી થતી તેને લગાડવામાં. અહીં તમે બીજા મટેરીઅલ વાપરી શકો ચો જેમકે ટીન્ટેડ ગ્લાસ અથવા પ્લેન ગ્લાસ, ફ્રોસ્ટેડ ગ્લાસ વગેરે, તમારી પસંદગી અને ઈંટેરીઅર ની સ્ટાઇલ અને ફર્નિચર મુજબ।

હેન્ડલ – હે અમે ગુપ્ત હેન્ડલ વપરાય છે જે એલ્યૂમિનિયમ માંથીજ બનેલા છે.

આ હેન્ડલ વિસ્તૃત ભાગ હોય છે એલ્યૂમિનિયમ ફ્રેમ નો , સરખા હેન્ડલ ડ્રોવર માટે પણ વાપરી શકાય છે જેને જી-સેક્શન કહેવામાં આવે છે. આ હેન્ડલ ખુબજ સ્ટાઇલિશ હોય છે જે એકદમ સુઘડ દેખાય છે. તમે સામાન્ય ધોરણ ના હેન્ડલ પણ વાપરી શકો છો શટર અને ડ્રોવર માટે, પરંતુ તે તમારા એલ્યૂમિનિયમ પ્રોફાઈલ શટર નો લુક ખતમ કરી દે છે.