એ.સી.પી (ACP) – એલ્યૂમિનિયમ કોમ્પોઝિટ પેનલ શીટ non-combustible polyethylene core થી બેનલું છે જેમાં પેહલા લેમિનેટ હોય છે પછી 2 એલ્યૂમિનિયમ શીટ ની વચ્ચે સેન્ડવિચ કરવામાં આવે છે. Non-combustible polyethylene core, રબર પેસ્ટ જેવું હોય છે જેને કમ્પ્રેસ કરીને એલ્યૂમિનિયમ શીટ ની વચ્ચે દબાવવા માં આવે છે. આ એ.સી.પી ની કમ્પ્રેસન ની પ્રક્રિયા, લેમિનેટ ના કમ્પ્રેસન ની પ્રક્રિયા જેવીજ હોય છે.

Aluminum Composite Panels Non-Combustible Polyethylene Core

Aluminum Composite Panels Non-Combustible Polyethylene Core

બ્રાન્ડેડ એ.સી.પી (ACP), આર્કિટેક્ટ અને બિલ્ડૅરો ને એક આકર્ષક પરિમાણ આપે છે વિસ્તરણ અને ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર કરવા માટે. એ.સી.પી બહુજ મોટી અને આકર્ષક ફિનિશ માં ઉપલબ્ધ છે.

Different finish ACP Sheets that Adds different Dimensions

Different finish ACP Sheets that Adds different Dimensions

યુરોબોન્ડ, અલ્ટો બોન્ડ અને વિવા પસંદગી ની એ.સી.પી બ્રાન્ડ્સ છે. આ બ્રાન્ડો નું નિર્માણ (manufacturing ) યુનિટ ભારત માંજ છે. તમને સ્થાનીય એ.સી.પી બનાવવા વાળા નિર્માતા નહિ મળે, કેમકે તેને નિર્માણ નું યુનિટ સ્થાપિત કરવા માટે મોટા નાણાં ની જરૂર હોય છે જે બધા કરી નથી શકતા।

સામાન્ય રીતે જોવામાં આવે તો એ.સી.પી બ્રાન્ડ ના નિર્માતા હંમેશા બોન્ડ ઘોષિત કરે છે, બોન્ડ નો મતલબ ચિપકવું અથવા મળી જવું છે. પરંતુ અહીં બોન્ડ નો મતલબ મજબૂતાઈ છે જે એ.સી.પી નિર્માતાઓ દ્વારા વાપરવામાં આવે છે.

અલ્ટોબોન્ડ બ્રાન્ડ – અમેરિકન ડાયમંડ શેડ સૌથી સસ્તું છે જે રૂપિયા 90 થી 100 પ્રતિ ચોરસ ફૂટ માં મળે છે. આ ન્યુનતમ ગુણવત્તા વાળું એ.સી.પી શીટ છે. આ અલ્ટોબોન્ડ બ્રાન્ડ – અમેરિકન ડાયમંડ શેડ લગાડવા માટે તમને મટેરીઅલ ની કિંમત + મજૂરી + ફ્રેમિંગ ખર્ચ જોડાય જાય છે જેને કારણે તે મોંઘુ થઈ જાય છે. તેના સિવાય બીજા એ.સી.પી બ્રાન્ડ ની તુલના માં તે ટીકાઉ અને મજબૂત છે. પરંતુ તમને અલ્ટોબોન્ડ બ્રાન્ડ સિવાય બીજા બ્રાન્ડ પણ મળશે જે ટીકાઉ છે. વધારે ડીલર્સ તમને અલ્ટોબોન્ડ બ્રાન્ડ નું એ.સી.પી શીટ લેવા માટે કેહશે, વ્યાજબી રીતે હું ગ્રાહક ને બ્રાન્ડેડ મટેરીઅલ ખરીદવા માટે સુજાવ આપીશ.