આપણે માર્બલ ને વિટ્રિફાઇડ ટાઇલ્સ સાથે સરખામણી કરે તે પહેલા, જાણીયે કે માર્બલ સાથે શું થાય છે ?
છેલ્લા કેટલાક વર્ષો માં માર્બલ ની ગુણવત્તા કેવી રહી છે, શું તે વધુ સારી થઈ છે ?
આપણને સારો માર્બલ મકરાના થી મળે છે, આ સફેદ માર્બલ બહુજ ઓછા છે બજારમાં કેમકે આ પ્રકારના માર્બલ ઘણા વર્ષો થી કાઢવામાં આવે છે તેમાટે સારી ગુણવત્તા વાળા માર્બલ ઓછા છે. માર્બલ ખાણ માંથી આવ્યા પછીજ તેની સપાટી જોઈને તેની ગુણવત્તા ખબર પડી શકે છે.
ઇટાલિયન માર્બલ શું છે ?
તે માર્બલજ છે, તેને ઇટાલી થી આયાત આવે છે, તે નાજુક માર્બલ છે. વધુ પડતા ઇટાલિયન માર્બલ ફિગર અને કલર વાળા હોય છે.
હમણાં હાલમાં શું ચાલી રહ્યું છે ?
માર્બલ થોડા ઓછા વપરાઈ રહ્યા છે, વિટ્રિફાઇડ ટાઇલ્સ વધુ પસંદ કરવામાં આવે છે ફ્લોરિંગ માં.
સારું શું છે – માર્બલ કે વિટ્રિફાઇડ ટાઇલ્સ ?
માર્બલ આજીવન માટે છે, વિટ્રિફાઇડ ટાઇલ માં કોટિંગ હોય છે કલર કોટિંગ ની જેમ, તમે કદાચ જોયું હશે મોલ માં, ઓફિસ માં, શોરૂમ માં, લોકો બુટ અને ચપ્પલ પહેરીને આવે છે, ગણી વાર તેમાં ગંદકી અને ધૂળ હોય છે જે ફ્લોરીંગમાં દેખાય છે. પરંતુ ઘરમાટે વાપરવામાં આવે તો તે 10-15 વર્ષ ચાલે છે.
વિટ્રિફાઇડ ટાઇલ્સ લગાઈગયા ના 1 કલાક પછી વાપરી શકાય છે. તેમાં પોલિશ કરવાની જરૂર નથી માર્બલ ની જેમ. વિટ્રિફાઇડ ટાઇલ ઘણી ડિઝાઇન અને કલર સાથે આવે છે. તમે સાઈઝ ની પસંદગી કરી શકો છો. તે ગ્લોસ ફિનિશ માં હોય છે તેથી ઘરમાં, ઓફિસ માં અને શોરૂમ માં સારું લાગે છે.
માર્બલ આજીવન માટે છે, વિટ્રિફાઇડ ટાઇલ માં કોટિંગ હોય છે કલર કોટિંગ ની જેમ
Oops! We could not locate your form.
Leave A Comment