સવાલઃ હું પુના થી છું, અને બાથરૂમ નું નવીનીકરણ કરવું છે, તો મારા બાથરૂમ નવીનીકરણ પાછળ કેટલો ખર્ચ થશે ?
જવાબઃ ભારત માં કોઈપણ જગ્યાએ, બાથરૂમ નવીનીકરણ નો ખર્ચ તમારી જરૂરિયાત, બાથરૂમ નો આકાર અને તમારા બજેટ પર નિર્ભર કરે છે. બાથરૂમ માં 2 મહત્વ ની વસ્તુ છે – 1) પ્લમ્બિંગ (Plumbing) અને 2) ટાઇલ્સ. બાથરૂમ ફીટીંગ્સ અને ટાઇલ્સ માટે હવે તમે વિભિન્ન પ્રકારના ડિઝાઇન્સ અને સ્ટાઇલ્સ ની પસંદગી કરી શકો છો.તો તે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કઈ ટાઇલ્સ અને બાથરૂમ ફીટીંગ્સ વાપરો છો, તમારું બાથરૂમ નવીનીકરણ રૂ.10,000 ના બજેટ મા પણ થઇ શકે છે અને રૂ.1,00,000 ના બજેટ માં પણ થઇ શકે છે. બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ ટાઇલ્સ અને ફીટીંગ્સ બંને બજાર માં ઉપલબ્ધ છે. નોન-બ્રાન્ડેડ ટાઇલ્સ ની કિંમત રૂ. 25 – રૂ.40 પ્રતિ ચોરસ ફૂટ હોય છે અને બ્રાન્ડેડ ટાઇલ્સ ની કિંમત રૂ.1000 – 2000 પ્રતિ ચોરસ ફૂટ સુધી હોય છે. મારા અનુમાન પ્રમાણે, તમારો આર્કિટેક્ટ, જેની પાસે તમે કામ કરાવવાના છો, તે સારું અનુમાન આપી શકે છે.
સવાલઃ જો મારુ અટેચ્ડ ટોઇલેટ-બાથરૂમ 7′ x 4′ હોય અને તેની માટે હું માધ્યમ પ્રકારની ટાઇલ્સ અને બાથરૂમ ફિટિંગ પસંદ કરું, તો તેનો અંદાજે ખર્ચ કેટલો થશે ?
જવાબઃ 7′ x 4′ અટેચ્ડ ટોઇલેટ-બાથરૂમ, જેમાં વોશ બેસીન અંદર નહિ રાખી શકીયે, કેમકે જગ્યા નો અભાવ હોવાથી, તમારું બાથરૂમ અંદાજે રૂ.40,000 – રૂ.50,000 માં થશે, જેમાં નીચે દર્શાવેલ વસ્તુ હશે,
- બ્રાન્ડેડ ટાઇલ્સ
- બ્રાન્ડેડ ફીટીંગ્સ – નળ, શાવર, બીજી વસ્તુ ( જેમકે Jaguar અથવા Queens )
- પાઇપ, જોઈન્ટ, સારી ગુણવત્તા વાળા
- બ્રાન્ડેડ અંગ્રેજી ટોઇલેટ
- ઉપર દર્શાવેલ અનુમાન માં જૂની ટાઇલ તોડવી, પ્લાસ્ટર, મજૂરી, બધુજ શામેલ છે.
I want renovation in bathroom …shahibaug Ahmedabad.